Shree MuniSuvrat Swami Chaityavandan | શ્રી મુનિસુવ્રત ભગવાનનું ચૈત્યવંદન
મુનિસુવ્રત અપરાજિતથી, રાજગૃહી રહેઠાણ;
વાનર યોનિ રાજવી, સુંદર ગણ ગિર્વાણ.
શ્રાવણ નક્ષત્રે જનમીયા, સુરવર જય જયકાર;
મકર રાશી છદ્મસ્થમાં, મૌન માસ અગીયાર.
ચંપક હેઠે ચાંપીયા એ, જે ઘનઘાતી ચાર;
વીર વડો જગમાં પ્રભુ, શિવપદ એક હજાર.