Shree Naminath Bhagwan Chaityavandan | શ્રી નમિનાથ ભગવાનનું ચૈત્યવંદન
મિથિલા નયરી રાજીયો, વપ્રાસુત સાચો;
વિજયરાય સુત છોડીને, અવર મત માચો.
નીલકમલ લંછન ભલું. પન્નર ધનુષ્ય દેહ;
નમિ જિનવરનું સોહતું, ગુણ ગણ મણીગેહ.
દશ હજાર વરસતણું એ, પાળ્યું પરગટ આય;
પદ્મવિજય કહે પુણ્યથી, નમીયે તે જિનરાય.