Shree padmaprabhna naamne re stavan gujarati lyrics

Shree padmaprabhna naamne re stavan gujarati lyrics

શ્રી પદ્મપ્રભના નામને રે, જાઉં હું બલિહાર;

નામ જપંતા દિહાં ગમું રે, ભવભય ભંજણહાર રે.

મિલે મન ભીતર ભગવાન, મિલે મન ભીતર ભગવાન.||૧||

 

નામ સુણંતા મન ઉલ્લસે રે, લોચન વિકસિત હોય;

રોમાંચિત હુએ દેહડી રે, જાણે મિલીયો સોય રે.||૨||

 

પંચમ કાલે પામવો રે, દુર્લભ તુજ દેદાર;

તો પણ તારા નામનો રે, છે મોટો આધાર રે.||૩||

 

નામ ગ્રહે આવી મિલે રે, મન ભીતર ભગવાન;

મંત્ર બળે જિમ દેવતા રે, વાહલો કીધો આહ્વાન રે.||૪||

 

ધ્યાન પદસ્થ પ્રભાવથી રે, ચાખ્યો અનુભવ સ્વાદ;

“માનવિજય’ વાચક કહેરે, મુકો બીજો વાદ રે.||૫||

Related Articles