Shree sambhavjin sathe me to stavan gujarati lyrics

Shree sambhavjin sathe me to stavan gujarati lyrics

શ્રી સંભવજિન સાથે મેં તો, અવિહડ પ્રીતિ બાંધી રે;

છોડાવી છૂટે નહિ એ તો, કોઈ જો આવે પણ આંધી રે;

સાચું માનો સંભવજિનવર, આપનો સેવક જાણી

રાત-દિવસ હું તુજને ધ્યાવું, તું તો અળગો બેઠો રે;

સાત રાજનું અંતર છે પણ, ધ્યાને મુજ મન પેઠો રે.

જેમ રવિ મંડલ રહે ગગનમાં, કમળ રહે જલમાંહી રે;

દૂર થકી પણ વિકસિત થાવે, પ્રીતમ છો દિલ માંહી રે.

તું પુરુષોત્તમ પરમપુરુષ હૈ, જેતા નેતા દેવા રે;

પરમાનંદ વિલાસી તું હી, આપો શિવસુખ મેવા રે.

ખોટ નથી ખજાને તારે, રત્નત્રયી મુજ આપો રે;

લળી લળી હું વિનવું પ્રભુજી, કર્મની કાસલ કાપો રે.

પુણ્યે આજ હું દરિશન પાયો, દુઃખડાં સઘળા નાઠાં રે;

રંગવિજયનો “અમૃત” બોલે, શ્રી સંભવજિન તુઠાં રે.

Related Articles

× CLICK HERE TO REGISTER