શ્રી સંભવ જિનરાજજી રે, તાહરું અકલ સ્વરુપ; જિનવર પૂજો,
પર પ્રકાશક દિનમણિ રે, સમતારસનો ભૂપ. જિનવર પૂજો.
પૂજો પૂજો રે ભવિક જન પૂજો, પ્રભુ પૂજ્યા પરમાનંદ. જિ૦।૧।।
અવિસંવાદ નિમિત્તે છો રે, જગત જંતુ સુખકાજ;४ि०
હેતુ સત્ય બહુમાનથી રે, જિન સેવ્યાં શિવરાજ. ४ि०॥२॥
ઉપાદાન આતમ સહી રે, પુષ્ટાલંબન દેવ; ४ि०
ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ. ४ि०॥३॥
કાર્યગુણ કારણપણે રે, કારણ કાર્ય અનૂપ; ४ि०
સકલ તાહરીરે, માહરે સાધનરુપ. ४ि०||૪||
એક વાર પ્રભુ વંદના રે, આગમ રીતે થાય; ४ि०
કારણ સત્યે કાર્યની રે, સિદ્ધિ પ્રતીત કરાય. ४ि०||૫||