Shree Sambhavnath Bhagwan chaityavandan |શ્રી સંભવનાથ ભગવાનનું ચૈત્યવંદન
સાવત્થી નયરી ઘણી, શ્રી સંભવનાથ;
જિતારિ નૃપ નંદનો, ચલવે શિવસાથ.
સેના નંદન ચંદને, પૂજો નવ અંગે;
ચારસો ધનુષ્યનું દેહ માન, પ્રણમો મનરંગ
સાઠ લાખ પૂરવતણું એ, જિનવર ઉત્તમ આય;
તુરગ લંછન પદ પદ્મને, નમતાં શિવ સુખ થાય.