શ્રી શંકર ચંદ્રપ્રભ રે લો, તું ધ્યાતા જગનો વિભુ રે લો;
તિણે હું ઓલગે આવીઓ રે લો, તુમે પણ રે લો.||૧||
દીધી ચરણની ચાકરી રે લો, હું હરખે કરી રે લો;
સાહિબ સામું નિહાળજો રે લો, ભવસમુદ્રથી તારજો રે લો.||૨||
અગણિત ગુણ ગણવા તણી રે લો, મુજ મન હોંશ ધરે ઘણી રે લો;
જિમ નભને પામ્યા પંખી રે લો,
દાખે બાળક કરથી લખી રે લો.||૩||
જો જિન તું છે પાંસરો રે લો, કરમ તણો શ્યો આશરો રે લો;
જો તુમે રાખશો ગોદમાં રે લો, તો જાશું નિગોદમાં રે લો. ||૪||
જબ તાહરી કરુણા થઈ રે લો, કુમતિ કુગતિ દૂરે ગઈ રે લો;
અધ્યાતમ રવિ ઉગિયો રે લો, પાપ તિમિર કહાં પુગિયો રે લો.||૫||
તુજ મૂરતિની માયા જીસી રે લો, ઉર્વશી થઈ ઉરે વસી રે લો;
રખે પ્રભુ ટાળો એક ઘડી રે લો, નજર વાદળની છાંહડી રે લો.||૬||