Shree Shantinath Bhagwan Chaityavandan | શ્રી શાંતિનાથ ભગવાનનું ચૈત્યવંદન
શાંતિ જિનેશ્વર સોળમા, અચિરાસુત વંદો;
વિશ્વસેન કુળ નભોમણિ, ભવિજન સુખ કંદો.
મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ;
હત્થિણાઉર નયરી ઘણી, પ્રભુજી ગુણ મણિ ખાણ.
ચાલીશ ધનુષ્યની દેહડી, સમચોરસ સંઠાણ;
વંદન પદ્મ જ્યું ચંદલો, દીઠે પરમ કલ્યાણ.