Shree Shitalnath Bhagwan Chaityavandan | શ્રી શીતલનાથ ભગવાનનું ચૈત્યવંદન
નંદા દઢરથ નંદનો, શીતલ શીતલનાથ;
રાજા ભદિલપુર તણો, ચલવે શિવપુર સાથ.
લાખ પૂર્વનું આઉખું, નેવું ધનુષ્ય પ્રમાણ;
કયા માયા ટાલીને, લહ્યા પંચમ નાણ.
શ્રીવત્સ લછંન સુંદરૂં એ, પદ પદ્મે રહે જાસ;
તે જિનની સેવા થકી, લહીયે લીલ વિલાસ.