Shree Shreyanshnath Bhagwan Chaityavandan | શ્રી શ્રેયાંશનાથ ભગવાનનું ચૈત્યવંદન
અચ્યુત કલ્પીથકી ચવ્યા, શ્રી શ્રેયાંશ જિણંદ;
જેઠ અંધારી દિવસે છઠે, કરત બહુ આનંદ.
ફાગણ વદી બારસે જનમ, દીક્ષા તસ તેરસ;
કેવલી મહા અમાવાસી, દેશના ચંદન રસ.
વદી શ્રાવણ ત્રીજે લ્હ્યા એ, શિવમુખ અખય અનંત;
સકલ સમીહિત પુરણો, નય કહે ભગવંત.