Shree suparshav aandam stavan gujarati lyrics

Shree suparshav aandam stavan gujarati lyrics

શ્રી સુપાસ આનદમ, ગુણ અનંતનો કદ હો;

જિનજી જ્ઞાનાનંદે પૂરણો, પવિત્ર ચારિત્રાનંદ હો.

જિનજી સંરક્ષણ વિણ નાથ છો, દ્રવ્ય વિના ધનવંત હો;

જિનજી કર્તાપદ કિરિયા વિના, સંત અજેય અનંત હો

 જિનજી અગમ અગોચર અમર તું, અન્વય ઋદ્ધિ સમૂહ હો;

જિનજી વર્ણગંધ રસ ફરસ વિણુ, નિજ ભોક્તા ગુણ વ્યૂહ હો.

જિનજી અક્ષયદાન અચિંતના, લાભ અયત્ને ભોગ હો;

જિનજી વીર્ય શક્તિ અપ્રયાસતા, શુદ્ધ સ્વગુણ ઉપભોગ હો.

જિનજી એકાંતિક આત્યંતિકો, સહજ અકૃત સ્વાધીન હો;

જિનજી નિરુપચરિત નિદ્વંદ્વ સુખ, અન્ય અહેતુક પીન હો. જિનજી

એક પ્રદેશે તાહરે, અવ્યાબાધ સમાય હો;

જિનજી તસુ પર્યાય અવિભાગતા, સર્વાકાશ ન માય હો.

જિનજી ઇમ અનંત ગુણનો ધણી, ગુણગણનો આનંદ હો;

જિનજી ભોગ રમણ આસ્વાદ યુત, પ્રભુ! તું પરમાનંદ હો.

જિનજી અવ્યાબાધ રુચિ થઈ, સાધે અવ્યાબાધ હો;

જિનજી “દેવચંદ્ર’ પદ તે લહે, પરમાનંદ સમાધ હો.

Related Articles

× CLICK HERE TO REGISTER