Shree supas Jin vandiye stavan gujarati lyrics

Shree supas Jin vandiye stavan gujarati lyrics

શ્રી સુપાસ જિન વંદીએ, સુખસંપત્તિનો હેતુ લલના;

શાંતસુધારસ જલિનધિ, ભવસાગરમાં સેતુ લલના.

સાત મહાભય ટાળતો, સપ્તમ જિનવર દેવ લલના;

સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ લલના.

શિવ શંકર જગદીશ્વરુ, ચિદાનંદ ભગવાન લલના;

જિન અરિહા તીર્થકરુ, જ્યોતિ સ્વરુપ અસમાન લલના.

અલખ નિરંજન વચ્છલુ, સકલજંતુ વિસરામ લલના;

શ્રી૦ ।।૩।।

અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ લલના.

વીતરાગ મદ કલ્પના, રતિ અરતિ ભય શોગ લલના;

નિદ્રા તંદ્રા દુર્દશા, રહિત અબાધિત યોગ લલના.

પરમપુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન લલના;

પરમ પદારથ પરમેષ્ઠી, પરમદેવ પરમાન લલના.

વિધિ વિરંચિ વિશ્વંભરુ, ઋષિકેશ જગનાથ લલના;

અઘહર અઘમોચન ધણી, મુક્ત પરમપદ સાથ લલના.

ઈ૫ અનેક અભિધા ઘરે. અનભવગય વિચાર લલના;

Related Articles

× CLICK HERE TO REGISTER