શ્રીસુપાસ જિનરાજ, તું ત્રિભુવન શિરતાજ;
આજ હો! છાજે રે ઠકુરાઈ, પ્રભુ તુજ પદ તણીજી. ॥१॥
દિવ્યધ્વનિ સુર ફૂલ ચામર છત્ર અમૂલ;
આજ હો! રાજેરે ભામંડલ, ગાજે દુંદુભિજી. ॥२॥
અતિશય સહજના ચાર, કર્મ ખપ્યાથી અગ્યાર;
આજ હો! કીધારે ઓગણીસે, સુરગણ ભાસુરેજી.||૩||
વાણી ગુણ પાંત્રીશ, પ્રતિહારજ જગદીશ;
આજ હો! રાજેરે દીવાજે, છાજે આઠશુંજી.||૪||