Shree supas jinraj stavan gujarati lyrics

Shree supas jinraj stavan gujarati lyrics

શ્રીસુપાસ જિનરાજ, તું ત્રિભુવન શિરતાજ;

આજ હો! છાજે રે ઠકુરાઈ, પ્રભુ તુજ પદ તણીજી.

॥१॥

દિવ્યધ્વનિ સુર ફૂલ ચામર છત્ર અમૂલ; આજ હો!

રાજેરે ભામંડલ, ગાજે દુંદુભિજી.

॥२॥

અતિશય સહજના ચાર, કર્મ ખપ્યાથી અગ્યાર; આજ હો!

કીધારે ઓગણીસે, સુરગણ ભાસુરેજી.

વાણી ગુણ પાંત્રીશ, પ્રતિહારજ જગદીશ;

આજ હો! રાજેરે દીવાજે, છાજે આઠશુંજી.

સિંહાસન અશોક, બેઠા મોહે લોક;

આજ હો! સ્વામી રે શિવગામી, વાચક ‘જશ’ થુણ્યોજી.

Related Articles

× CLICK HERE TO REGISTER