Shree Suvidhinath Bhagwan Chaityavandan | શ્રી સુવિધિનાથ ભગવાનનું ચૈત્યવંદન
સુવિધિનાથ નવમા નમું, સુગ્રીવ જસ તાત;
મગર લછંન ચરણે નમું, રામા રૂડી માત.
આયુ બે લાખ પૂર્વતણું, શત ધનુષ્યની કાય;
કાકંદી નગરી ધણી, પ્રણમું પ્રભુ પાય.
ઉત્તમ વિધિ જેહથી લહ્યોએ, તેણે સુવિધિ જિન નામ;
નમતાં તસ પદ પદ્મને, લહિયે શાશ્વત ધામ.