શ્રી તીરથપદ પૂજો ગુણી જાણ,
જેહ થી તરિયે તે તીરથ રે તીરથપદ ધ્યાવો ગુણ ગાવો,
પંચરંગી રયણ મિલાવો રે થાળ ભરીને મોતીડે વધાવો,
ગુણ અનંત દિલ લાવો રે
થૈયા થૈયા નાટક કરતા,
દાદા ને દરબાર રે ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા,
રસનાનો રસ પીધો રે
રાવણરાયે નાટક કીધું,
અષ્ટાપદ ગિરી ઉપર રે સમકિત દ્રષ્ટિ એ જ વખાણું,
તીર્થંકર પદ બાંધ્યું રે
હળવે હળવે તાળી પાડો,
તાલ માં તાલ મિલાવો રે જેણે શેત્રુંજય ભેટ્યો નહિ
જેણે પૂજા નો લાભ લીધો નહિ એનો
એળે ગયો અવતાર રે (૨ વાર)