Shree Vasupujya Swami chaityavandan | શ્રી વાસુપૂજ્ય સ્વામીનું ચૈત્યવંદન
વાસવ-વંદિત વાસુપૂજ્ય, ચંપાપુરી ઠામ;
વાસુપૂજ્ય કુલ ચંદ્રમાં, માતા જયા નામ.
મહિષ લછંન જીન બારમા, સિત્તેર ધનુષ્ય પ્રમાણ;
કાયા આયુ વરસ વલી, બહોંતેર લાખ વખાણ.
સંઘ ચતુર્વિધ થાપીને એ, જિન ઉત્તમ મહારાય;
તસ મુખ પદ્મ વચન સુણી, પરમાનંદી થાય.