શ્રી અરજીન ભવજલનો તારું,મુજ મન લાગે વરું રે…
મનમોહન સ્વામી!
બાહ્ય ગ્રહી જે ભવિજન તારે, આણે શિવપુર આરે રે.॥੧||
તપ જપ માંહે મહા તોફાને, નાવ ન ચાલે માને રે;
પણ નવિ ભય મુજ હાથોહાથે, તારે તે છે સાથે રે.॥२॥
ભગતને સ્વર્ગ સ્વર્ગથી અધિકું, જ્ઞાનીને ફળ દેઈ રે;
કાયા કષ્ટ વિના ફળ લહીએ, મનમાં ધ્યાન ધરેઈ રે. ॥3॥
જે ઉપાય બહુવિધની રચના, યોગમાયા તે જાણો રે;
શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાયને ધ્યાને, શિવ દિયે પ્રભુ સપરાણો રે. ।।૪ ।।