શ્રી ચિંતામણી પ્રભુ પાસજી રે! વાત સુણો એક મોરી રે;
માહરા મનના મનોરથ પૂરજો,
હું તો ભક્તિ ન છોડું તોરી રે. શ્રી૦ ।। ૧ ।|
। માહરી ખિજમતમાં ખામી નહિ, તાહરે ખોટ ન કાંઈ ખજાને રે;
હવે દેવાની શી ઢીલ છે? શું કહેવું તે કહીએ થાને રે. શ્રી૦ ।। ૨ ।।
તેં ઉરણ સવી પૃથિવી કરી, ધન વરસી વરસીદાને રે;
માહરી વેળા શું એહવા, દીઓ વાંછિત વાળો વાનો રે.||૩||
હું તો કેડ ન છોડું તાહરી, આપ્યા વિણ શિવસુખ સ્વામી રે;
મૂરખ તે ઓછે માનશે, ચિંતામણી કરતલ પામી રે.||૪||
મત કહેશો તુજ કર્મે નથી, કર્મે છે તો તું પામ્યો રે;
સરીખા કીધા મોટકા, કહો તેણે કાંઈ તુજ થામ્યોરે. શ્રી૦ ।।૫।।
કાલ સ્વભાવ ભવિતવ્યતા, તે સઘળા તારા દાસો રે;
મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજને સબળ વિશ્વાસો રે. श्री०॥६॥
અમે ભક્તે મુક્તિને ખેંચશું, જિમ લોહને ચમક પાષાણો રે;
તુમે હેજ દેખશો, કહસો સેવક છે સપરાણો રે. શ્રી૦ ।।૭।।
ભક્તિ આરાધ્યા ફળ દીએ, ચિંતામણી પણ પાષાણો રે;
વળી અધિકું કાંઈ કહાવશો, એ ભદ્રક ભક્તિ તે જાણો રે. શ્રી૦।।૮।
બાળક તે જિમ તિમ બોલતો, કરે લાડ તાતને આગે;
તે તેહશું વાંછિત પૂરવે, બની આવે સઘળું રાગે રે. શ્રી૦ ।।૯॥