Shri nami jinvar Sev dhanadhan stavan gujarati lyrics

Shri nami jinvar Sev dhanadhan stavan gujarati lyrics

શ્રી નમિ જિનવર સેવ ઘનાઘન ઉનમ્યો રે, દીઠા મિથ્યારોરવે રે,

ભવિક ચિત્તથી ગમ્યો રે; શુચિ આચરણા રીતિ તે અભ્ર વધે વડા રે

, આતમ પરિણતિ શુદ્ધ તે વિજ ઝબુકડા રે.

વાજે સુવાયુ તે પાવન ભાવના રે,

ઇંદ્ર ધનુષ ત્રિક યોગ તે ભક્તિ ઈક મના રે;

નિર્મળ પ્રભુ સ્તવ ઘોષ ધ્વનિ ઘનગર્જના રે.

તૃષ્ણા ગ્રીષ્મ કાળ તાપની તર્જના રે.

શુભ લેશ્યાની આલિ તે બગ પંક્તિ બની રે,

શ્રેણી સરોવર હંસ વસે શુચિ ગુણ મુનિ રે;

ચઉગતિ મારગ બંધ ભવિક નિજ ઘર રહ્યા રે,

ચેતન સમતા સંગ રંગમેં ઉમહ્યાં રે.

સમ્યદૃષ્ટિ મોર તિહાં હરખે ઘણું રે,

દેખી અદ્ભુત રૂપ પરમ જિનવર તણું રે;

પ્રભુ ગુણનો ઉપદેશ તે જલધારા વહી રે,

ધર્મ રુચિ ચિત્ત ભૂમિ માંહિ નિશ્ચય રહી રે.

ચાતક શ્રમણ સમૂહ કરે તવ પારણો રે,

અનુભવ આસ્વાદ સકળ દુઃખ વારણો રે;

અશુભાચાર નિવારણ તૃણ અંકુરતા રે,

વિરતી તણો પરિણામ તે બીજની પૂરતાં રે.

પંચ મહાવ્રત ધાન્ય તણા કરસણ વધ્યા રે,

સાય ભાવ નિજ થાપી સાધનતાએ સાધ્ય રે;

ક્ષાયિક દર્શન જ્ઞાન ચરણ ગુણ ઉપના રે,

આદિક બહુ ગુણ શસ્ય આતમ ઘર નીપના રે.

પ્રભુ દરિસણ મહા મેહ તણે પ્રવેશમેં રે,

પરમાનંદ સુભિક્ષ, થયો મુઝ દેશમેં રે;

દેવચંદ્ર જિનચંદ્ર તણો, અનુભવ કરો રે,

આદિ અનંતો કાલ, આતમ સુખ અનુસરો રે

Related Articles

× CLICK HERE TO REGISTER