Shri namijin seva karta stavan gujarati lyrics

Shri namijin seva karta stavan gujarati lyrics

શ્રી નમિજિનની સેવા કરતાં, અલિય વિઘન સવિ દૂર નાસેજી;

અષ્ટમહાસિદ્ધિ નવનિધિ લીલા, આવે બહુ મહમુર પાસેજી. ।।૧।।

મયમત્તા ગય અંગણ ગાજે, રાજે તેજી તુખાર તે ચંગાજી;

બેટા બેટી બંધવ જોડી, લહીએ બહુ અધિકાર રંગાજી. ॥२॥

વલ્લભ સંગમ રંગ લહીજે, અણવાહલા હોય દૂર સહેજેજી;

વાંછા તણો વિલંબ ન દૂજો, કારજ સીઝે ભૂરી લહેજેજી. ॥३॥

ચંદ્રકિરણ ઉજ્જ્વલ યશ સૂરજ તૂલ્ય પ્રતાપી દીપેજી;

જે પ્રભુભક્તિ કરે નિત્ય વિનયે, અરિયણ બહુ પ્રતાપે ઝીપેજી. ॥૪॥

મંગલમાલા લચ્છી વિશાલા, બાલા બહુલે પ્રેમરંગેજી;

શ્રી “નયવિજય’ વિબુધ પય સેવક, કહે લહીએ સુખ પ્રેમ અંગેજી. [૫ ।।

Related Articles

× CLICK HERE TO REGISTER