શ્રી નમિનાથને ચરણે નમતાં, મનગમતાં સુખ લહિયે રે;
ભવ જંગલમાં ભમતાં ભમતાં, કર્મ નિકાચિત દહિયે રે.||૧||
સમકિત શિવપુર માંહી પહોંચાડે, સમકિત ધરમ આધાર રે;
શ્રી જિનવરની પૂજા કરીએ, એ સમકિતનો સાર રે.||૨||
જે સમકિતથી હોય ઉપરાંઠા, તેહના સુખ જાયે નાઠાં રે;
જે કહે જિનપૂજા નવિ કીજે, તેહનું નામ ન લીજે રે.||૩||
વપ્રા રાણીનો સુત પૂજો, જિમ સંસારે ન ધ્રૂજો રે;
ભવજલ તારક કષ્ટ નિવારક, નહિ કોઈ એહવો દૂજો રે.||૪||