Shri Shanti jineshwar dito re stavan gujarati lyrics

Shri Shanti jineshwar dito re stavan gujarati lyrics

શ્રી શાંતિ જિનેશ્વર દીઠો રે, મારા મનમાં લાગ્યો મીઠો રે;

આજ મુખડું એનું જોતાં રે, મારા નયન થયાં પનોતા રે.

જે નજર માંડી એને જોશે રે, તે તો ભવની ભાવઠ ખોશે રે;

એનું રુપ જોઈ જે જાણે રે, તેહને સુરનર સહુ વખાણે રે.

એ તો સાહિબ છે સયાણો રે, મને લાગે એહશું તાનો રે;

એ તો શિવસુંદરીનો રસીયો રે, મારા નયણા માંહે વસીયો રે. ॥૩॥

મેં તો સગપણ એહશું કીધું રે, હવે સઘળું કારજ સિધ્યું રે;

એ તો જીવન અંતરજામી રે, નિરંજન એ બહુ નામી રે.

ઘણું શું એહને વખાણું રે, હું તો જીવના જીવન જાણું રે;

ઘણું જે એહને મલશે રે, તે તો માણસમાંથી ટળશે રે.

મનડાં જેણે એહશું માંડ્યાં રે, તેણે ઋદ્ધિવંત ઘર છાંડયા રે;

જેણે એહ ઉપાસ્યા રે, તેણે શિવસુખ કરતલ વાસ્યા રે.

આશિક જે એહના થાયે રે, તેણે સંસારમાં ન રહેવાશે રે;

ગુણ એહના જે ઘણા ગાશે રે, તે તો આખર નિર્મળ થાશે રે. ॥૭॥

મેં તો માંડી એહશું માયા રે, મને ન ગમે બીજાની છાયા રે;

વાચક ‘ઉદયરત્ન’ એમ બોલે રે, કોઈ ન આવે એહને તોલે રે. ॥૮॥

Related Articles

× CLICK HERE TO REGISTER