શ્રી શીતલજિન! ભેટીએ, કરી ભગતે ચોખું ચિત્ત હો;
તેહશું કહો છાનું કિશ્યું?, જેહને સોંપ્યાં તન મન વિત્ત હો.||૧||
દાયક નામે છે ઘણા, પણ તું સાયર તે કૂપ હો;
તે બહુ ખજૂઆ તગતગે, તું દિનકર તેજ સ્વરુપ હો.||૨||
મોટો જાણીને આદર્યો, દારિદ્ર ભાંજો જગતાત હો;
તું કરુણાવંત શિરોમણિ, હું કરુણાપાત્ર વિખ્યાત હો.||૩||
અંતરજામી સવિ લહો, અમ મનની જે છે વાત હો;
માં આગળ મોસાળના, શા વર્ણવવા અવદાત હો.||૪||