Shri sheetaljin bhetiye stavan gujarati lyrics

Shri sheetaljin bhetiye stavan gujarati lyrics

શ્રી શીતલજિન! ભેટીએ, કરી ભગતે ચોખું ચિત્ત હો;

તેહશું કહો છાનું કિશ્યું?, જેહને સોંપ્યાં તન મન વિત્ત હો.

દાયક નામે છે ઘણા, પણ તું સાયર તે કૂપ હો;

તે બહુ ખજૂઆ તગતગે, તું દિનકર તેજ સ્વરુપ હો.

મોટો જાણીને આદર્યો, દારિદ્ર ભાંજો જગતાત હો;

તું કરુણાવંત શિરોમણિ, હું કરુણાપાત્ર વિખ્યાત હો.

અંતરજામી સવિ લહો, અમ મનની જે છે વાત હો;

માં આગળ મોસાળના, શા વર્ણવવા અવદાત હો.

જાણો તો તાણો કિશ્યું, સેવા ફળ દીજે દેવ હો;

“વાચકજશ’ કહે ઢીલની, એ મુજ મન નવિ ગમે ટેવ હો.

॥५॥

Related Articles

× CLICK HERE TO REGISTER