શ્રી શ્રેયાંસ જિન અંતરજામી, આતમરામી નામી રે;
અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુગતિ ગતિ ગામી રે.||૧||
સયલ સંસારી ઈન્દ્રિયરામી, મુનિગણ આતમરામી રે;
મુખ્યપણે જે આતમરામી, તે કેવલ નિષ્કામી રે.||૨||
નિજ સ્વરુપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહીયે રે;
જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહીયે ર.||૩||
નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છંડો રે;
ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તો તેહશું રઢ મંડો રે.||૪||
શબ્દ અધ્યાતમ અર્થ સુણીને, નિર્વિકલ્પ આદરજો રે;
શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાન ગ્રહણ મતિ ધરજો રે.||૫||