Shri shreyansh Jin antarjami stavan gujarati lyrics

Shri shreyansh Jin antarjami stavan gujarati lyrics

શ્રી શ્રેયાંસ જિન અંતરજામી, આતમરામી નામી રે;

અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુગતિ ગતિ ગામી રે.

સયલ સંસારી ઈન્દ્રિયરામી, મુનિગણ આતમરામી રે;

મુખ્યપણે જે આતમરામી, તે કેવલ નિષ્કામી રે.

નિજ સ્વરુપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહીયે રે;

જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહીયે ર

નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ છંડો રે;

ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તો તેહશું રઢ મંડો રે.

શબ્દ અધ્યાતમ અર્થ સુણીને, નિર્વિકલ્પ આદરજો રે;

શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાન ગ્રહણ મતિ ધરજો રે.

અધ્યાતમ જે વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે;

વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, “આનંદઘન’ મત વાસી રે.

Related Articles

× CLICK HERE TO REGISTER