શ્રી શ્રેયાંસ જિન સાહિબા! અવધારો અરદાસ;
દાસ કરી જો લેખવો, તો પૂરો મન આશ.||૧||
મોટા નાના આંતરુ, લેખવે નહિં દાતાર;
સમ-વિષમ સ્થળ નવિ ગણે વરસંતો જલધાર. ||૨||
નાના ને મોટા મીલ્યા, સહિ તે મોટા થાય;
વાહુલીયા ગંગા મીલ્યા, ગંગ પ્રવાહ કહાય.||૩||
મોટા ને મોટા કરો, એ તો જગતની રીત;
નાના ને મોટા કરી, તો તુમ પ્રેમ પ્રતીત.||૪||
ગુણ અવગુણ નવિ લેખવે, અંગીકૃત જે અમંદ;
કુટિલ કલંકી જેમ વહ્યો, ઈશ્વર શિશે ચંદ.||૫||
અવગુણીએ પણ ઓલગ્યો, ગુણવંત તું ભગવંત;
નિજ સેવક જાણી કરી, દીજીએ સુખ અનંત.||૬||