Shri shreyansh Jin sahiba stavan gujarati lyrics

Shri shreyansh Jin sahiba stavan gujarati lyrics

શ્રી શ્રેયાંસ જિન સાહિબા! અવધારો અરદાસ;

દાસ કરી જો લેખવો, તો પૂરો મન આશ. મોટા નાના આંતરુ,

લેખવે નહિં દાતાર; સમ-વિષમ સ્થળ નવિ ગણે

 વરસંતો જલધાર. નાના ને મોટા મીલ્યા, સહિ તે મોટા થાય;

વાહુલીયા ગંગા મીલ્યા, ગંગ પ્રવાહ કહાય. મોટા ને મોટા કરો,

એ તો જગતની રીત; નાના ને મોટા કરી, તો તુમ પ્રેમ પ્રતીત.

ગુણ અવગુણ નવિ લેખવે, અંગીકૃત જે અમંદ;

કુટિલ કલંકી જેમ વહ્યો, ઈશ્વર શિશે ચંદ.

અવગુણીએ પણ ઓલગ્યો, ગુણવંત તું ભગવંત;

નિજ સેવક જાણી કરી, દીજીએ સુખ અનંત.

ઘણી શી વિનંતી કીજીએ? જગજીવન જિનનાહ;

“રુપવિજય” કહે કીજીએ, અંગીકૃત નિર્વાહ.

Related Articles

× CLICK HERE TO REGISTER