શ્રી શ્રેયાંસ કૃપા કરો, તું જગબાંધવ તાત રે;
અલખ નિરંજન તું જ્યો, તું જગ માંહે વિખ્યાત રે;||૧||
ધન્ય ધન્ય નરભવ તેહનો રે! જેને તુજ દરિસણ પાયો રે;
માનું ચિંતામણિ સુરતરુરે, તસ ઘર ચાલી આયો રે.||૨||
ધન્ય તે ગામ નગર પુરી, જસ ઘરે તું પ્રભુ આયો રે;
ભક્તિ કરી પડિલાભિયો, તેણે બહુ સુકૃત કમાયો રે.||૩||