શ્રી શ્રેયાંસ પ્રભુ તણો, અતિ અદ્ભુત સહજાનંદ રે;
ગુણ ઇક વિધ ત્રિક પરિણમ્યો, ઈમ અનંત ગુણનો વૃંદ રે;
મુનિચંદ! જિણંદ! અમંદ દિણંદ પરે, નિત્ય દીપતો સુખકંદ.||૧||
નિજ જ્ઞાને કરી જ્ઞેયનો,.જ્ઞાયક જ્ઞાતા પદ ઈશ રે;
દેખે નિજ દર્શન કરી, નિજ દૃશ્ય સામાન્ય જગીશ રે.||૨||
નિજ રમે રમણ કરો, પ્રભુ! ચારિત્રે રમતા રામ રે;
ભોગ્ય અનંતને ભોગવો, ભોગે તેણે ભોક્તા સ્વામી રે.||૩||
દેય દાન નિત દીજતે, અતિ દાતા પ્રભુ સ્વયમેવ રે;
પાત્ર તુમે નિજ શક્તિના, ગ્રાહક વ્યાપકમય દેવ રે. ||૪||
પરિણામિક કારજ તણો, કર્તા ગુણ કરણે નાથ રે;
અક્રિય અક્ષય સ્થિતિમયી, નિઃકલંક અનંતી આથ રે.||૫||
પરિણામિક સત્તા તણો, આવિર્ભાવ વિલાસ નિવાસ રે;
સહજ અકૃત્રિમ અપરાશ્રયી, નિર્વિકલ્પને નિઃપ્રયાસ રે.||૬||
પ્રભુ પ્રભુતા સંભારતાં, ગાતાં કરતાં ગુણગ્રામ રે;
સેવક સાધનતા વરે, નિજ સંવર પરિણતિ પામ રે.||૭||
પ્રગટ તત્ત્વતા ધ્યાવતાં, નિજ તત્ત્વનો ધ્યાતા થાય રે;
તત્ત્વરમણ એકાગ્રતા, પૂરણ તત્ત્વે એહ સમાય રે.||૮||
પ્રભુ દીઠે મુજ સાંભરે, પરમાતમ પૂરણાનંદ રે;
“દેવચંદ્ર’ જિનરાજના, નિત વંદો પય અરવિંદ રે.||૯||