Shri shreyansh prabhu tano stavan gujarati lyrics

Shri shreyansh prabhu tano stavan gujarati lyrics

શ્રી શ્રેયાંસ પ્રભુ તણો, અતિ અદ્ભુત સહજાનંદ રે;

ગુણ ઇક વિધ ત્રિક પરિણમ્યો, ઈમ અનંત ગુણનો વૃંદ રે;

મુનિચંદ! જિણંદ! અમંદ દિણંદ પરે,

નિત્ય દીપતો સુખકંદ નિજ જ્ઞાને કરી જ્ઞેયનો,

જ્ઞાયક જ્ઞાતા પદ ઈશ રે; દેખે નિજ દર્શન કરી,

નિજ દૃશ્ય સામાન્ય જગીશ રે. નિજ રમે રમણ કરો, પ્રભુ!

ચારિત્રે રમતા રામ રે; ભોગ્ય અનંતને ભોગવો,

ભોગે તેણે ભોક્તા સ્વામી રે. દેય દાન નિત દીજતે,

અતિ દાતા પ્રભુ સ્વયમેવ રે; પાત્ર તુમે નિજ શક્તિના,

ગ્રાહક વ્યાપકમય દેવ રે. પરિણામિક કારજ તણો,

કર્તા ગુણ કરણે નાથ રે; અક્રિય અક્ષય સ્થિતિમયી,

નિઃકલંક અનંતી આથ રે. પરિણામિક સત્તા તણો,

આવિર્ભાવ વિલાસ નિવાસ રે; સહજ અકૃત્રિમ અપરાશ્રયી,

નિર્વિકલ્પને નિઃપ્રયાસ રે. પ્રભુ પ્રભુતા સંભારતાં,

ગાતાં કરતાં ગુણગ્રામ રે; સેવક સાધનતા વરે,

નિજ સંવર પરિણતિ પામ રે. પ્રગટ તત્ત્વતા ધ્યાવતાં,

નિજ તત્ત્વનો ધ્યાતા થાય રે; તત્ત્વરમણ એકાગ્રતા,

પૂરણ તત્ત્વે એહ સમાય રે. પ્રભુ દીઠે મુજ સાંભરે,

પરમાતમ પૂરણાનંદ રે; “દેવચંદ્ર’ જિનરાજના,

નિત વંદો પય અરવિંદ રે.

Related Articles

× CLICK HERE TO REGISTER