Shri simandar jinvar swami stavan gujarati lyrics

Shri simandar jinvar swami stavan gujarati lyrics

શ્રી સીમંધર જિનવર સ્વામી, વિનતડી અવધારો;

શુદ્ધ ધર્મ પ્રગટ્યો જે તુમચો, પ્રગટે તેહ અમારો રે,

સ્વામી વિનવીયે મનરંગે…||૧||

 

જે પારિણામિક ધર્મ તમારો, તેહવો હમચો ધર્મ

શ્રદ્ધા ભાસન રમણ વિયોગે, વળગ્યો વિભાવ અધર્મ.||૨||

 

વસ્તુ સ્વભાવ સ્વજાતિ તેહનો, મૂલ અભાવ ન થાય;

પર વિભાવ અનુગત પરિણતિથી, કર્મે તે અવરાય રે.||૩||

 

જે વિભાવ તે પણ નૈમિતિક, સંતતિ ભાવ અનાદિ;

પરનિમિત્ત તે વિષય સંગાદિક, તે સંયોગે સાદિ રે.||૪||

 

અશુદ્ધ નિમિત્તે એ સંસરતા, અત્તા કત્તા પરનો;

શુદ્ધ નિમિત્ત રમે જબ ચિદ્ઘન, કર્તા ભોક્તા ઘરનો રે.||૫||

 

જેહના ધર્મ અનંતા પ્રગટ્યા, જે નિજ પરિણિત વરિયો;

પરમાતમ જિનદેવ જ્ઞાનાદિક ગુણ દરીયો.||૫||

 

અવલંબન ઉપદેશક રીતે, શ્રી સીમંધર દેવ;

ભજીયે શુદ્ધ નિમિત્ત અનોપમ, તજીયે ભવભય ટેવ.||૬||

 

શુદ્ધ દેવ અવલંબન કરતા, પરિહરિયે પરભાવ;

આતમ ધર્મ રમણ અનુભવતા, પ્રગટે આતમ ભાવ.||૭||

Related Articles