શ્રી સીમંધરસ્વામી, મુક્તિના ધામી, દીઠે પરમાનંદ, સુમતિ આપો, કુમતિ કાપો,
ટાળો ભવભય ફંદ; કર્મ અરિંગણ દૂર કરીને, તોડો ભવતરું કંદ. શ્રી સીમંધર૦ ।।૧।।
ચોત્રીસ અતિશય શોભતાં રે, પાંત્રીશ વાણી રસાળ; અષ્ટ પ્રતિહાર્ય દીપતા રે
બેઠી છે પર્ષદા બાર રે. શ્રી સીમંધર૦ારા મહાગોપ મહામાહણ કહીએ, નિર્યામક
સાર્થવાહ; દોષ અઢારને દૂરે કરીને, ભવજલ તારણ નાવ રે. શ્રી સીમંધર૦।।૩।।
અગણિત શંકા એ હું ભર્યો રે, કોણ કરે તસ દૂર; જ્ઞાની તુમે દૂરે વસ્યા રે,
હું પડયો ભવકૂપ રે. શ્રી સીમંધર૦।।૪।। એકવાર દર્શન દીજીએ રે,
દાસની સુણી અરદાસ; ગુણ અવગુણ નવિલેખિયેરે,ગિરુઆનો આધારરે.
શ્રી સીમંધર૦ ||૫ ।। જો હોવત મુજ પાંખડી રે, તો આવત આપ હજૂર;
એ લબ્ધિ મુજ સાંપડે તો, ન રહું તુમથી દૂર રે.
શ્રી સીમંધર૦।।૬। ધન્ય મહાવિદેહના જીવને રે, સદા રહે તુમ પાસ;
હું નિર્ભાગી ભરતે વસ્યોરે, શા કીધા મેં પાપ રે. શ્રી સીમંધર૦।।૭।।
શાસન ભક્ત જે સુરવરા રે, વિનવું શિશ નમાય; શ્રી સીમંધર સ્વામીના રે,
ચરણ કમળ ભેટાડ રે. શ્રી સીમંધર૦૦ ।।૮।। અરિહંત પદ સેવા થકી રે,
દેવપાલાદિક સિદ્ધ; હું માંગુ પ્રભુ એટલું રે, “સૌભાગ્ય’ પદ સમૃદ્ધ.
શ્રી સીમંધર૦।।૯।