શ્રી સીમંધર સાહિબા, વિનતડી હો સુણીએ કિરતાર કે;
તે દિન લેખે લાગશે, જિણ દિવસે હો લહીશું દેદાર કે. શ્રી૦ ।।૧ ।।
હેજાળું હૈયું ઉદાસે, પણ નયણે હો નિરખે સુખ થાય કે;
જે જલપાન પિપાસિયો, તસ દીઠે હો કદી તૃપ્તિ ન થાય કે. શ્રી૦ ।૨।।
જાણો છો પ્રભુ બહુ પરે, માહરા મનની હો વીતકની વાત કે;
તો શું તાણો છો ઘણું, આવી મિલો હો મુજ થઈ સાક્ષાત્ સ્કે.શ્રી૦||૩।।
હું ઉચ્છુક બહુ પરે કહું, પણ ન ગણું હો કાંઈ રીઝ અરીઝ કે;
એ લક્ષણ રાગી તણું, તિણે ભાખ્યું હો સઘળું મન ગુંજ કે. શ્રી૦ ।|૪||