શ્રી સીમંધર સાહિબા, હું કેમ આવું તુમ પાસ; તુમ વચ્ચે અંતર ઘણું,
મને મલવાની ઘણી હોંશ.
હું તો ભરતને છેડે… હારે.हु०॥१॥
હું તો ભરતને છેડલે કાંઈ, પ્રભુજી વિદેહ મોઝાર;
ડુંગર વચ્ચે દરિયા ઘણા કાંઈ, કોશમાં કોશ હજાર. हु०॥२॥
પ્રભુ દેતાં હશે દેશના, કાંઈ સાંભળે તિહાંના લોક;
ધન્ય તે ગામ-નગર પુરી, જિહાં વસે છે પુણ્યવંત લોક.હું૦।।૩।।
ધન્ય તે શ્રાવક શ્રાવિકા, જે નીરખે તુમ મુખચંદ;
પણ એ મનોરથ અમ તણાં, ક્યારે ફળશે ભાગ્ય અમંદ. હું૦।।૪।।
વર્તારો વર્તી જુઓ કાંઈ, જોષીએ માંડ્યા લગન;
ક્યારે સીમંધર ભેટશું, મને લાગી એહ લગન. हु०॥५॥
પણ કોઈ નહિ એહવો, જે ભાંજે મનની ભ્રાંત;
પણ અનુભવ મિત્ર કૃપા કરો, તુમ મળવો તિણ એકાંત.હું૦।।૬।।
વીતરાગ ભાવે સહી તુમે, વર્તો છે જગનાથ;
મેં જાણ્યું તુમ કહેણથી, હું થયો સ્વામી સનાથ.||૭||
પુષ્કલાવતી વિજયે વસો કાંઈ, નયરી પુંડરીગિણી નામ;
સત્યકી નંદન વંદના, અવધારો ગુણના ધામ. कुं०॥८॥