શ્રી સીમંધર સાહિબા, સુણો સંપ્રતિ હો ભરતક્ષેત્રની વાત કે;
અરિહા કેવલી કો નહિ, કેહને કહીએ મનના અવદાત કે.||૧||
ઝાઝું કહેતાં જુગતું નહિ, તુમ સોહે હો જગ કેવલનાણ કે;
ભૂખ્યા ભોજન માંગતા, આપે ઊલટ હો અવસર ના જાણે કે. ।। ૨||
।। કહેશો તુમે જુગતા નથી, જુગતાને હો વળી તારે સાંઈ કે;
યોગ્ય જનનું કહેવું કિશ્યું, ભાવહિનને હો તારે ગ્રહી બાહ્ય કે. ।।૩।|
થોડું હી અવસરે આપીએ, ઘણાની હો પ્રભુ છે પછી વાત કે;
પગલે પગલે પાર પામીએ, પછી લહિયે હો સઘળા અવદાત કે. ॥૪॥
મોડું વહેલું તુમે આપશો, બીજાનો હું ન કરુ સંગ કે;
શ્રી ‘ધીરવિમલ’ ગુરુ શિષ્યનો,
રાખીજે હોપ્રભુઅવિચલ રંગ કે. ||૫||