શ્રી સીમંધર વિનંતી, સુણ સાહિબ મેરા;
અહનિશ તુમ ધ્યાને રહું, મેં ફરજન તેરા.||૧||
ભાવ ભક્તિશું વંદના, કરું ઊઠી સવેરા;
ભવદુઃખ સાગર તરીયે,જિમ હોય તુમ મેરા.||૨||
અંતર રવિ જબ પ્રગટીઆ, પ્રભુ તુમ ગુણ કેરા;
તવ હમ મન નિર્મલ ભયા, મિટ્યા મોહ અંધેરા.||૩||
તુમ વિણ અવર કો, કહો કવણ ભલેરા;
તે પ્રભુ હમકું દાખવો, કરું તાસ નિહોરા.||૪||
“નય’ નિતુ નેહે નિરખીયે, પ્રભુ અબકી વેરા;
બોધિબીજ મોહે દીજીએ, કહા કહું બહુ તેરા.||૫||