Shri vasupujiya Swami hamara stavan gujarati

Shri vasupujiya Swami hamara stavan gujarati

શ્રી વાસુપૂજ્ય સ્વામી હમારા, પ્રભુ લાગો છો તુમે પ્રેમ પ્યારા;

તન-મન-ચિત્ત વળગ્યું તુમશું, હવે અંતર રાખો કહો કિમ અમશું?

સાહિબા જિનરાજ હમારા, મોહના જિનરાજ હમારા. ॥੧॥

 

આશા પૂરીએ પ્યારા, જો નામ ધરાવો છો જગદાધારા;

સકલ લીલા તુમ પાસે સ્વામી, હેત આણી દીજિયે અંતરયામી!.॥૨॥

એટલી વિમાસણ શી છે તુમને,.એ તો વંછિત દેતાં સ્વામી મુજને;

ખોટ ખજાને નહિ પડે તારે, પણ અક્ષય ખજાનો હોશે માહરે. ॥૩॥

 

ભલો ભૂંડો પણ પોતાનો જાણી,

વળી કરુણાની લહેર તે મનમાં આણી;

અમને મનોગત વાંછિત દેજો, પ્રભુ હેત ધરીને સામું જોજો. ॥४॥

 

વારંવાર કહું શું તુજને, સેવા ફળ દેજો સ્વામી!

અમને; પ્રેમવિબુધના’ભાણ’ની પ્રભુજી!

તુમનામેદોલતચઢતીવિભુજી! ॥૫॥

Related Articles