શુભ વેળા શુભ અવસરે રે, લાગ્યો પ્રભુ શું નેહ;
વાધે મુજ મન વાલહો રે, દિન દિન બમણો નેહ,
અજિત જિન! વિનતડી અવધાર.
મન માહરું લાગી રહ્યું રે, તુજ ચરણે એક તાર.||૧||
મુજ હેજા લઉં રે, કરે ઉમાહો અપાર;
ઘડી ઘડીને અંતરે રે, ચાહે તુજ દેદાર.||૨||
મીઠો અમૃતની પરે રે, સાહિબ તાહર સંગ;
નયણે નયણ મિલાવતાં રે, શીતલ થાયે અંગ.||૩||
અવશ્યપણે એક ઘડી રે, જાયે તુજ વિણ જેહ;
વરસ સો સમ સાહિબા રે, લાગે મુજ મન તેહ.||૪||
તુજને તો મુજ ઉપરે રે, મહેર ન આવે કાંય;
તો પણ મુજ મન લાલચું રે, તુમ વિણ અલગું ન થાય.||૫||