Shubh Veda shubh avsar re stavan gujarati lyrics

Shubh Veda shubh avsar re stavan gujarati lyrics

શુભ વેળા શુભ અવસરે રે, લાગ્યો પ્રભુ શું નેહ;

વાધે મુજ મન વાલહો રે, દિન દિન બમણો નેહ,

અજિત જિન! વિનતડી અવધાર.

મન માહરું લાગી રહ્યું રે, તુજ ચરણે એક તાર.

મુજ હેજા લઉં રે, કરે ઉમાહો અપાર;

ઘડી ઘડીને અંતરે રે, ચાહે તુજ દેદાર.

મીઠો અમૃતની પરે રે, સાહિબ તાહર સંગ;

નયણે નયણ મિલાવતાં રે, શીતલ થાયે અંગ.

અવશ્યપણે એક ઘડી રે, જાયે તુજ વિણ જેહ;

વરસ સો સમ સાહિબા રે, લાગે મુજ મન તેહ.

તુજને તો મુજ ઉપરે રે, મહેર ન આવે કાંય;

તો પણ મુજ મન લાલચું રે, તુમ વિણ અલગું ન થાય.

આસંગાયત આપણો રે, જાણીને જિનરાય;

દરિશણ દીજે દીન પ્રતિ રે, ‘હંસરતન” સુખ થાય.

Related Articles

× CLICK HERE TO REGISTER