તીર્થોમાં કીધું જેને મહાતીર્થ છે,
શત્રુંજય એ મહાતીર્થનું નામ છે..
કાંકરે કાંકરે, થયા સિદ્ધ અનંત,
જાણી લો જાણી લો..
ભવિ આતમને જ, મળે છે આ તક,
માણી લો માણી લો…
પૂર્વ નવાણું વાર, જ્યાં પધાર્યા આદિનાથ,
એવો શાશ્ચત છે ગિરિરાજ…
એ ગિરીને ભેટતા, થઈ જશે ભવપાર,
એવી શ્રદ્ધા ધરું મહારાજ…
સિદ્ધાચલના શિખરોને વંદન…શત્રુંજયના શિખરોને વંદન… ।।૧।।
તળેટીથી જાત્રાની, કરું હું શુભ શરુઆત,
દોડીને રામપોળ પહોંચું, થશે દાદાનો સંગાથ,
સાત શ્વાસો લઈ, મૂર્તિ અંજન થઈ,
એવા દાદા બિરાજે છે જ્યાં…
ભાવથી જે ચડે, તેના કર્મો ખપે, ભરતક્ષેત્રનું મોક્ષ છે જ્યાં..
સિદ્ધાચલના શિખરોને વંદન…શત્રુંજયના શિખરોને વંદન… ।।૨॥।