Simandar Jin vandiye stavan gujarati lyrics

Simandar Jin vandiye stavan gujarati lyrics

સીમંધર જિન વંદીએ, સમતારસ ભંડાર રે;

દોષ સઘળા ક્ષય થયા, ઉપન્યા ગુણ સુખકાર રે.॥१॥

સુરઘટ સુરતરુ ઉપમા, પ્રભુને કહો કેમ છાજે રે;

આત્મિક આગળે, ચિંતામણી પણ લાજે રે. ॥२॥

 

લોકાલોક પ્રકાશતાં, મહિમા અપરંપાર રે;

તારક વારક ચઉગતિ, સત્ય સ્વરુપાધાર રે.॥३॥

 

શુદ્ધ-બુદ્ધ અવિનાશી તું, અવિચલ નયનાનંદ રે;

પામી સુરતરુ પુણ્યથી, સેવે બાઉલ કુણ મંદ રે.॥४॥

 

અનુપમ પ્રભુ ગુણ ધ્યાનથી, ભાસ્યું સ્વરુપ શુદ્ધ સાચું રે;

ચરણ કમલ “જિન’ સેવતાં, નિશદિન મનમાં રાચું રે.॥५॥

Related Articles