સોળમાં શાંતિ જિનેશ્વર દેવ કે, અચિરાના નંદ રે;
જેહની સારે સુરપતિ સેવ કે, અચિરાના નંદ રે…!!
તિરિ નર સુર સમુદાય કે અ૦,
એક યોજન માંહે સમાય કે. અ૦||૧||
તેહને પ્રભુજીની વાણી કે અ0,
પરિણમે સમજે ભવિ પ્રાણી કે અ0;
સહુ જીવના સંશય ભાંજે કે અ0,
પ્રભુ મેઘધ્વનિ એમ ગાજે કે. અ૦||૨||
જેહને જોયણ સવાસો માન કે અ૦,
જે પૂર્વના રોગ તેણે થાન કે અ૦;
સવિ નાશ થાયે નવા નાવે કે અ0,
ષડ્માસ પ્રભુ પરભાવે કે. અ0||૩||
જિહાં જિનજી વિચરે રંગ કે અ૦,
નવિ મૂષક શલભ પતંગ કે અ૦,
નવિ કોઈને વયર વિરોધ કે અ૦,
અનાવૃષ્ટિ અનાવૃષ્ટિ રોધ કે. અ0||૪||
નિજ-પરચક્રનો ભય નાસે કે અ0,
વળી મરકી નાવે પાસે કે અ૦;
વિચરે તિહાં ન દુકાલ કે અ૦,
જાયે ઉપદ્રવ સવિ તત્કાલ કે. અ૦||૫||