Sodama Shanti jineshwar dev ke stavan gujarati lyrics

Sodama Shanti jineshwar dev ke stavan gujarati lyrics

સોળમાં શાંતિ જિનેશ્વર દેવ કે, અચિરાના નંદ રે;

જેહની સારે સુરપતિ સેવ કે, અચિરાના નંદ રે…!!

તિરિ નર સુર સમુદાય કે અ૦, એક યોજન માંહે સમાય કે

તેહને પ્રભુજીની વાણી કે અ0, પરિણમે સમજે ભવિ પ્રાણી કે અ0;

સહુ જીવના સંશય ભાંજે કે અ0, પ્રભુ મેઘધ્વનિ એમ ગાજે કે અ૦

જેહને જોયણ સવાસો માન કે અ૦, જે પૂર્વના રોગ તેણે થાન કે અ૦;

સવિ નાશ થાયે નવા નાવે કે અ0, ષડ્માસ પ્રભુ પરભાવે કે અ0

જિહાં જિનજી વિચરે રંગ કે અ૦, નવિ મૂષક શલભ પતંગ કે અ૦,

નવિ કોઈને વયર વિરોધ કે અ૦, અનાવૃષ્ટિ રોધ કે અ0

 નિજ-પરચક્રનો ભય નાસે કે અ0, વળી મરકી નાવે પાસે કે અ૦;

વિચરે તિહાં ન દુકાલ કે અ૦, જાયે ઉપદ્રવ સવિ તત્કાલ કે અ૦

જસ મસ્તક પૂંઠે રાજે કે અ0, ભામંડલ રવિ પરે છાજે કે અ૦;

કર્મક્ષયથી અતિશય અગિયાર કે અ0,

માનું યોગ સામ્રાજ્ય પરિવાર કે અ૦ કબ દેખું ભાવ એ ભાવે કે અ0,

હોંશ ઘણી ચિત્ત આવે કે અ0; શ્રી જિન ઉત્તમ પરભાવે કે અ૦,

કહે “પદ્મવિજય’ બની આવે કે અ0

Related Articles

× CLICK HERE TO REGISTER