તું પ્રભુ! જો સાથ હો, ડરવાની શું વાત હો
સુક્યા સહુ ભવસાગરો, તરવાની શું વાત હો
તારી આજ્ઞા પાલનમાં,
ગુરુચરણોના આંચલમાં મુજને
સ્પર્શે છે તારો પ્યાર (ર),
ઝંખુ છું તારો સથવાર.॥૧॥
તું સાંપ છે તો, કાંચળી પ્રભુ હું,
તું આભ છે, હું વાદળી પ્રભુ;
મારા હૃદયના ધબકારાઓનો,
તું માત્ર એક કારણ પ્રભુ(ર).તારી૦॥ર॥
પલ-પલમાં તો, તું જ વસે છે,
હૃદયકમળમાં, તું શ્વસે છે;
આંખોથી વહેતા, આંસુઓની ભીતર,
સ્મિત થઈને તું હસે છે (ર). તારી૦॥૨॥