સુમતિ ચરણકજ આતમ અરપણા, દરપણ જિમ અવિકાર; સુજ્ઞાની
મતિ તરપણ બહુ સમ્મત જાણીએ,
પરિસર પણ સુવિચાર. સુ૦ ।।૧ ।।
ત્રિવિધ સકલ તનુધર ગત આતમા, બહિરાતમ ધુરિભેદ; સુ૦
બીજો અંતર આતમ તીસરો, પરમાતમ અવિચ્છેદ. સુ૦ ॥२॥
આતમ બુદ્ધે હો કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અઘરુપ; સુ૦
કાયાદિકનો હો સાખીધર કહ્યો, અંતર આતમ રુપ. સુ૦||૩||
જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો, વર્જિત સકલ ઉપાધિ; સુ૦
અતીન્દ્રિય ગુણગણ મણિ આગરુ, ઈમ પરમાતમ સાધ. સુ૦ ॥૪॥
બહિરાતમ તજી આતમા, રુપ થઈ થિરભાવ; સુ૦
પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અર્પણ દાવ. સુ૦ ॥५॥