સુમતિ જિનેશ્વર સાહિબ શોભતા,
સુમતિ કરણ સંસાર્ સુમતિ જપ્યાં થી
સુમતિ બધૈ ઘણી, સુમતિ સુમતિ દાતાર… સુમતિ(૧)
ધ્યાન સુધારસ્ નિરમલ ધ્યાય નૈ,
પામ્યા કેવલ નાણ બાણ
સરસ વર જન બહુ તારિયા, તિમિર હરણ જગભાણ… સુમતિ(૨)
ફટિક સિંહાસણ જિનજી ફાબતા,
તરુ અશોક ઉદાર છત્ર ચમર ભામંડલ
ભલકતો, સુર દુન્દુભિ ઝિણકાર… સુમતિ(૩)
પુષ્પ-વૃષ્ટિ દિવ્ય-ધ્વનિ દીપતી,
સાહિબ જગ સિણગાર અનંત જ્ઞાન
દર્શન બલ ચરણ હી, દ્વાદશ ગુણ શ્રીકાર… સુમતિ(૪)
વાણ અમી સમ ઉપશમ રસ ભરી,
દુર્ગતિ મૂલ કષાય શિવ સુખનાં આરે
શબ્દાદિક કહા, જગ તારક જિનરાય… સુમતિ(૫)
અંતરયામી! શરણૈ આપરે,
હૂઁ આયો અવધાર જાપ તમારો નિશ દિન સંમરૂં,
શરણાગૅત સુખકાર… સુમતિ(૬)
સંવત ઉગણીસૈ સુદિપખ ભાદ્રવૈ,
બારસ મંગલવાર સુમતિ જિનેશ્વર તન
મન સ્યૂ રટ્યા, આનંદ ઉપનો અપાર… સુમતિ(૭)