સુમતિ જિનેસર! જગ-પરમેસર,
હું ખિજમત કારક તુજ કિંકર રાત દિવસ લીનો તુમ ધ્યાને,
દિન અતિ વાહુ પ્રભુ ગુણગાને સાહિબા ! મુજ દરશન દીજે, જીવના !
મન મહેર કરીજે સાહિબા.. (૧)
જગત હિતકર અંતરજામી,
પ્રાણ થકી અધિકો મુજ સ્વામી પ્રાણ !
ભમ્યો બહુ ભવ ભવ માંહી,
પ્રભુ સેવા ઈણ ભવ વિણ નાહી સાહિબા… (ર)
ઇણ ભવમાં પણ આજ તું દીઠો,
તિણ કારણ તું પ્રાણથી મીઠો પ્રાણ થકી જે અધિકો પ્યારો,
તે ઉપર સહુ તન ધન ઓવારો साहिला… (3)
અજ્ઞાની અજ્ઞાની સંધાતે,
એહવી પ્રીત કરે છે ઘાતે દેખો દીપક કાજ પતંગ,
પ્રાણ તજે હોમી નિજ ગાતે सारिना… (४)
જ્ઞાની સાથે, જ્ઞાન સહિત પ્રભુ શ
તેહવી પ્રીત ચડે જો હાથે તો પૂરણ થાયે મન આશ,
દાનવિજય કરે એ અરદાસ સાહિબા… (૫)