સુમતિ જિનેશ્વર મૂરત સુંદર,
સુમતિ પસાયે દીઠી રે અણીયાળી આંખલડી જિનની,
મનમાં લાગી મીઠી રે सुभति… (१)
આશ વિલૂધાં બોઘા માણસ,
તારકની પરે તારે રે આંખ તણે લટકે મુખ મટકે,
નિરખે સેવક જ્યારે રે सुभति… (२)
આસક એક દીદાર કરારી,
પ્રસન્ન હોવે મોટા રે અલવી અવરની સેવા કરતાં,
શું આપે ચિત્ત ખોટા રે सुभति… (3)
જો પણ મનમાં સેવક સઘળા,
ગણતી માંહે ગણશે રે મન મારે તોહી આશા પૂરણ,
વાતો, આહિંજ બનશે રે सुभति… (४)
ભક્તિતણે વશ વિસવાવીસે,
સેવા કરવા એહની રે વિમલ મને દાન વંછિત દેશે,
નહિ પરવા તો કેહની રેसुभति